ભુતિયા ગામ એક નિર્મળ ગામ

મારુ ગામ નિર્મળ ગામ

 

મારુ નામ સહદેવ ચૌહાણ છે . મારા ગામનું નામ ભુતિયા છે. તે ભાવનગર જીલ્લાના શિહોર તાલુકા માં આવેલું છે.મારા ગામમાં હિંદૂ-મુસ્લિમ બધા લોકો સાથે હલી મળીને રહે છે.બધા ભેગા મળીને ગામને આગળ લાવવા માટે હંમેશા કાર્યરત રહે છે.

મારા ગામમાં રાજપૂત ,પટેલ , આહીર , ભરવાડ , કોળી , વણકર , રામાનંદી સાધુ ,લોહિયા ,દરજી વગેરે જ્ઞાતિ ધરાવતા લોકો રહે છે .જીતુભાઇ મકવાણા અમારા ગામના સરપંચ છે. અમારા ગામની વસ્તી 4000 આજુબાજુ છે .

 

સ્વછતા અભિયાન : 

અમારા ગામને નિર્મલ ગામનું પુરુસ્કાર( એવોર્ડ ) પણ મળેલ છે. ભુતિયા ગામમાં  સમયાંતરે સ્વચ્છતા અભિયાન કરવામાં આવે છે . ગામના બધા લોકો મળી ને આ અભિયાન માં સાથ આપે છે . શાળામાં ભણતા નાના નાના બાળકો અને શાળાના શિક્ષકો આ અભિયાન માં પોતાનો અમૂલ્ય સમય અને સેવા આપે છે .

 

શિક્ષણ  :

અમારા ગામની શાળા : 1)ભુતિયા કેન્દ્રવર્તી શાળા 

                                       2)ભુતિયા કન્યા શાળા 


 

 ગામમાં ધોરણ 1 થી 8 સુધીની સુવિધા છે. આગળ ના અભ્યાસ માટે રંઘોળા ,પીપરડી  અથવા સણોસરા જાય છે . આગળ નો અભ્યાસ કરવા માટે ભાવનગર જાય છે.
ભુતિયા ગામમાં શિક્ષણનું પ્રમાણ ઊંચું રહ્યું છે .ભુપેન્દ્રભાઈ ચુડાસમા દ્વારા ગામની  શાળા ને સન્માનિત કરવા માં આવી હતી .ગામમાં બધા ને જાગૃતિ લાવવા માટે શાળા માં 15 મી ઓગસ્ટ અને 26 મી જાન્યુઆરી ના દિવસે નવા નવા કાર્યક્રમો ગોઠવવામાં આવે છે.

 

વૃક્ષારોપણ કાર્યક્રમ :

અત્યારના સમયમાં વૃક્ષો ના સાથે પર્યાવરણ જોખમમાં મુકાય ગયું છે આ ના થાય તે માટે વૃક્ષો નું જતન કરવા ના હેતુ થી અને આ સંદેશ બધાને પ્રેરણા આપે અને આવનારી પેઢી માટે કંઈક સારું થાય તે માટે બધા ગામજનો ભેગા મળીને વૃક્ષારોપણ નું કાર્યક્રમ ઉજવણી પણ કરે છે.

 

 

મંદિર :

અમારા ગામમાં રામજી મંદિર , સ્વામિનારાયણ મંદિર, મહાદેવ મંદિર ,બહુચરમાતાજી મંદિર ,બાપાસીતારામ ની મઢુલી , સરમાળીયા દાદાનું મંદિર , હનુમાન દાદા નું મંદિર વગેરે મંદિર આવેલા છે.

 

સૌનો સાથ સૌનો વિકાસ

Comments

Post a comment

Popular posts from this blog

Chandrayaan 2 Mission Live Update | ચંદ્રયાન 2 મિશન લાઈવ અપડેટ

what proof required for driving license ? | ડ્રાઇવિંગ લાઇસન્સ માટે કયા પુરાવા જરૂરી છે ?