દવાના પેકેટ પર લાલ રંગની લીટી હોય તો ખરીદતી વખતે ધ્યાન માં રાખવા જેવી બાબતદવાના પેકેટ પર લાલ રંગની લીટી હોય તો ખરીદતી વખતે જરૂર વાંચો                      જયારે લોકો અનશક્તિ કે પછી બીમાર પડે છે તો ડોક્ટર પાસે જવાને બદલે મેડીકલ સ્ટોર માં જાય છે અને કઈ પણ સમજ્યા-વિચાર્યા વગર દવા ખરીદે છે. આમ કરવાથી ઘણી વાર બીમારી જતી રહે છે પણ કોઈક વાર તેનું ગંભીર પરિણામ પણ આવી શકે છે. જો તમે દવા ખરીદતી વખતે જોયું હોય તો દવાના પેકેટ પર લાલ રંગની પટ્ટી હોય છે. શું તમે જાણો છો કે આનો અર્થ શું થાય.

 

લાલ રંગ ની પટ્ટી વિષે ડોક્ટર ને વધારે ખબર હોય છે પણ અમુક લોકોને તેની જાણકારી નથી હોતી અને ડોક્ટર ની સલાહ લીધા વગર જ મેડીકલ માંથી દવા ખરીદે છે અને મુશ્કેલી ઓછી કરવાને બદલે ક્યારેક વધી જાય છે. માટે દવા ખરીદતી વખતે ધ્યાન માં રાખવું ખુબજ જરૂરી છે.

 

                દવાઓના પેકેટ પર બનેલી લાલ પટ્ટી નો અર્થ એ થાય છે કે ડોક્ટરે લખેલી ચિઠ્ઠી વગર આ દવા ન તો વેચી શકાય છે ન તો ડોક્ટરની સલાહ વગર તેનો ઉપયોગ કરાય છે.એન્ટીબાયોટીક દવાઓનો ખોટી રીતે થતો ઉપયોગ અટકાવવા માટે દવાના પેકેટ પર લાલ રંગ ની પટ્ટી લગાવવામાં આવે છે. 

 

 

  • ઘણી દવાઓ પર Rx લખેલું હોય છે જેનો અર્થ એ થાય છે કે આ દવા ફક્ત ડોક્ટર ની સલાહ લઈને જ લેવી જોઈએ.

  • જે દવાના પેકેટ પર NRx લખેલું હોય છે જેનો મતલબ એ થાય છે કે આ દવા લેવાની સલાહ ફક્ત એ જ ડોક્ટર આપી શકે છે કે જેની પાસે નાશાવાળી દવાઓનું લાયસન્સ હોય.

  •  ઘણી દવાના પેકેટ પર XRx પણ લખેલું હોય છે એનો મતલબ એ થાય છે કે આ દાવાને ફક્ત ડોક્ટર પાસેથી જ લઇ શકાય છે. આ દવા ડોક્ટર સીધી દર્દીને આપે છે. દર્દી આ દવાને મેડીકલ સ્ટોરમાંથી પણ નથી ખરીદી શકતા.

 

 

Comments

Popular posts from this blog

ભુતિયા ગામ એક નિર્મળ ગામ

Chandrayaan 2 Mission Live Update | ચંદ્રયાન 2 મિશન લાઈવ અપડેટ

what proof required for driving license ? | ડ્રાઇવિંગ લાઇસન્સ માટે કયા પુરાવા જરૂરી છે ?