વિશ્વમાં ટોપ 300 યુનિવર્સિટી માં ભારત ની કેટલી યુનિવર્સિટી અને ટોપ 1300 યુનિવર્સિટી માં કેટલી યુનિવર્સિટી નો સમાવેશ થાય છે. | How many Indian universities are in the top 300 universities in the world and how many universities are in the top 1300 universities?

 

 

વિશ્વની ટોપ 300 યુનિવર્સિટી માં ભારત ની એક પણ યુનિવર્સિટી સમાવેશ નહિ 

ભારત પ્રાચીન કાળ થી શિક્ષણ ના ક્ષ્રેત્રમાં ઘણું ઊંચું સ્થાન ધરાવતું આવે છે. પહેલા ના સમય માં ઋષિ મુનિઓ દ્વારા જંગલ માં એક પોતાના આશ્રમમાં લોકો ને શિક્ષણ આપવા માં આવતું હતું .અત્યારના સમય માં વિદ્યાર્થીને શિક્ષણ આપવા માટે તેને સ્કૂલ માં મોકલવામાં આવે છે.


પેહલા ના સમય માં આપણાં  ભારત દેશ ની  મહાવિદ્યાલયો વિશ્વ વિખ્યાત હતી . જેમ જેમ સમય આગળ અને આગળ વધતો રહ્યો તેમ તેમ તેની  ખ્યાતિ માં કોઈક -કોઈક અંશે ધટાડો થવા લાગ્યો. અત્યારે ભારત દેશ માં કોઈએ વિચાર્યું ન હતું એવો સમય આવી ગયો છે. જે દેશ પોતે એક ઋષિ મુનિ ના પવિત્ર અને આદર્શ ભર્યા શિક્ષણ ના નામે ઓળખાતો હતો એ આજે વિશ્વમાં માત્ર એક નામ બની ને રહી ગયું છે.

 

ટાઈમ્સ હાયર એજ્યુકેશન ગ્લોબલ રેન્કિંગ દ્વારા કરવામાં આવેલ એક સર્વે પ્રમાણે ભારત પહેલા 300 મહાવિદ્યાલયમાં પોતાનું સ્થાન અંકિત કરવામાં નિષ્ફળ રહ્યું છે. ભારત છેલ્લે વિશ્વમાં ટોપ 300 મહાવિદ્યાલયમાં સ્થાન બનાવવા માં ગયા વર્ષે સફળ રહ્યું હતું.ગયા વર્ષે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ ,બેંગ્લોર એ આ શ્રેણી માં સ્થાન બંનાવમાં સફળ રહ્યું હતું.પણ આ વર્ષે તે આ 300 ના ક્રમ માંથી વીખુટી ગયું છે .


આ વખતે ભારતની કુલ 6 યુનિવર્સીટી  એ વિશ્વની ટોપ 500 મહાવિદ્યાલય માં સ્થાન પ્રાપ્ત કર્યું છે. ગયા વર્ષે કુલ 5 યુનિવર્સીટી એ ટોપ 500 યુનિવર્સીટીમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું. 

 

 

 

 

આઈઆઈટી ,રોપરે પહેલી વાર ટોપ ની 350 મહાવિદ્યાલયમાં સ્થાન મેળવ્યું છે.અને ટોપ 350 માં પણ તે સ્થાન મેળવવામા સફળ થયું છે.ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ ઉપરાંત અન્ય  ભારતની યુનિવર્સીટી  ની રેન્કિંગ માં ઘટાડો થયો છે. આઈઆઈટી દિલ્હી ,આઈઆઈટી ખડગપુર અને જામિયા મિલિયા જેવી કેટલીક મહાવિદ્યાલયની રેન્કિંગ માં સુધારો થયો છે.

 

ટાઈમ્સ હાયર એજ્યુકેશન ગ્લોબલ રેન્કિંગ દ્વારા કરવામાં આવેલ એક સર્વે પ્રમાણે દુનિયા ના ટોપ મહાવિદ્યાલયની યાદી માં બ્રિટનની વિશ્વ પ્રસિદ્ધ ઓક્સફર્ડ યુનિવર્સીટી એ સતત ચોથા વર્ષે પહેલું સ્થાન મેળવવામાં સફળ રહી છે.અમેરિકાની કેલિફોર્નિયા યુનિવર્સિટી ઓફ ટેક્નોલોજીએ ગયા વર્ષ ના પાંચમા સ્થાને થી છલાંગ લગાવીને બીજા સ્થાને આવી ગઈ છે.બ્રિટનની કેમ્બ્રિજ યુનિવર્સીટી બીજા સ્થાને થી ત્રીજા સ્થાને આવી ગઈ છે.અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સીટી ચોથા સ્થાને છે.


ઉચ્ચ કક્ષા ની પાંચ યુનિવર્સિટી 


1.  બ્રિટનની ઓક્સફર્ડ યુનિવર્સીટી 

 

2.  કેલિફોર્નિયા યુનિવર્સિટી ઓફ ટેક્નોલોજી

 

3.  બ્રિટનની કેમ્બ્રિજ યુનિવર્સીટી

 

4.  અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સીટી

 

5.  અમેરિકાની માસેચ્યૂશેટ્સ યુનિવર્સીટી

 

 

વિશ્વની ટોપ 1300 યુનિવર્સીટીઓની યાદી માં ભારત ની કુલ 56 યુનિવર્સીટીઓએ સ્થાન મેળવ્યું છે.ગયા વર્ષે 49 યુનિવર્સીટી એ આમાં સ્થાન મેળવ્યું હતું.

 

એશિયામાં ચીનની શિંગુઆ યુનિવર્સીટી 23 માં સ્થાને અને 24 માં સ્થાને પેકીંગ યુનિવર્સિટી છે.ચીનની કુલ 81 યુનિવર્સીટી એ યાદી માં સ્થાન મેળવ્યું છે.જાપાનની કુલ 110 યુનિવર્સીટીઆ યાદી માં છે.આ સાથે વિશ્વમાં તે અમેરિકા બાદ બીજા સ્થાને છે.

 

 

 

 

 ટોપ ની 300 યુનિવર્સીટીમાં ભારત ની એક પણ યુનિવર્સીટી ને સ્થાન ન મળ્યું.એશિયા માં ચીન,જાપાન,અને દક્ષિણ કોરિયા જેવા દેશો ઉચ્ચ શિક્ષણ ક્ષેત્ર માં અમેરિકા અને યુરોપ ના દેશોને સારી એવી ટક્કર આપી રહ્યું છે.

 

 ભારતની યુનિવર્સીટીઓમાં નબળા પ્રદર્શનનું કારણ શિક્ષણ ના નબળું સ્તર છે.ભારત માં અભ્યાસ કરતા તેજસ્વી વિદ્યાર્થી  ભારત ની નીતિ વિદેશ થી આવતા વિદ્યાર્થી ની સંખ્યા પર ભારે નિયંત્રણ રાખવાને કારણે તે અભ્યાસ માટે વિદેશ જવા લાગ્યા છે. 

 

ભારત માં શિક્ષણ ના સ્તર માં ઘટાડાનું કારણ સંશોધન માટે ફાળવવામાં આવતો અપૂરતો ફંડ છે. અત્યાર ના સમય માં ખાનગી શાળા અને કોલેજ વધવાથી શિક્ષણ ના સ્તર માં વધારો થાય એ શક્ય નથી.દેશમાં અંગ્રેજીની લોક્પ્રીયતા વધી રહી છે. એક સર્વે પ્રમાણે ભારત માં 67 ટાકા એન્જીનીયરિંગ વિદ્યાર્થી માં અંગ્રેજી ભાષાના કૌશલ્યનો અભાવ છે.મલ્ટીનેશનલ કંપની માં નોકરી માટે અંગ્રેજી પાયાની જરૂરિયાત ગણાય છે.ખાનગી શાળા અને કોલેજમાં અભ્યાસ બાદ વિદ્યાર્થી ને ડિગ્રી મળ્યાં પછી તેને નોકરી મળતી નથી અને તે બેરોજગાર બની રહે છે.

 

અત્યારે બધા એન્જીનીયર અને મેડિકલ ક્ષેત્ર માં જવા માંગે છે.અને આગળ જતા તે એવા વિષય પસંદ કરી લે છે કે પછી તેમને ભણવામાં રસ ઉડી જાય છે.

 

ભારત  માં રોજગારી એ એક મોટી સમસ્યા છે.દર વર્ષે 1 કરોડ થી વધારે લોકો રોજગારી મેળવવાની હરોળમાં આવે છે.

 

 

સૌ ભણે , સૌ આગળ વધે

Comments

Popular posts from this blog

ભુતિયા ગામ એક નિર્મળ ગામ

Chandrayaan 2 Mission Live Update | ચંદ્રયાન 2 મિશન લાઈવ અપડેટ

what proof required for driving license ? | ડ્રાઇવિંગ લાઇસન્સ માટે કયા પુરાવા જરૂરી છે ?