Narendra damodardas modi | Indian prime minister_69th birthday

નરેન્દ્ર દામોદરદાસ મોદી 

આજે ભારત ના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નો જન્મ દિવસ છે. તેમના જન્મ દિવસે તેંમના વિષે જાણીએ .

 

 

 


નરેન્દ્ર દામોદરદાસ મોદી  નો જન્મ 17 સપ્ટેમ્બર ,1950 ના રોજ વડનગર માં એક ગુજરાતી કુટુંબ માં થયો હતો.વડનગર ગુજરાત માં આવેલું છે.આજે તેમનો 69 નો જન્મ દિવસ છે.

 

મોદીજી તેના બાળપણ માં તેંમના પિતા ને " ચા " ની દુકાન માં મદદ કરાવતા હતા.તેમણે પોતાનું ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વડનગરમાં 1967 માં પૂર્ણ કર્યું હતું.

 

 તેમને આઠ વર્ષ ની ઉંમરમાં RSS માં રજૂઆત કરી હતી. તે તેમની આ સંસ્થા સાથે ની લાંબી જોડાણ ની શરુઆત હતી.

 

 જશોદાબેન ચિમનલાલ સાથેના લગ્નના આયોજનને કારણે મોદીજી એ હાઈસ્કૂલ પૂર્ણ કર્યા પછી ઘરેથી નીકળ્યા હતા.મોદીજી એ બે વર્ષ ભારતની આસપાસ પ્રવાસ કર્યો અને ગુજરાતમાં પરત ફરતા પહેલા અનેક ધાર્મિક કેન્દ્રોની મુલાકાત લીધી.RSS તેમને 1985 ના રોજ ભાજપ માં શામેલ કર્યા .

 

કેશુ ભાઈ પટેલ ના ખરાબ સ્વાસ્થ્ય અને 2001 ભુજ માં આવેલ ભૂકંપ ના કારણે મોદીજી 2001 માં ગુજરાત ના મુખ્યમંત્રી બન્યા.તે ગુજરાત ની મુસતત 3 વાર ચૂંટણી જીતવામાં સફળ રહ્યા હતા.

 

મોદીજી  2014 થી ભારતના 14 માં અને વર્તમાન વડા પ્રધાન તરીકે ફરજ બજાવે  છે. 2001 થી 2014 સુધી તેઓ ગુજરાતના મુખ્ય પ્રધાન હતા અને વારાણસીના સંસદસભ્ય છે.

 

મોદીજી 2014 અને 2019 વડાપ્રધાનની ચૂંટણીમાં પૂર્ણ બહુમત થી જીત્યા હતા .

 

મોદીજી 2014 ની સામાન્ય ચૂંટણીમાં ભાજપનું નેતૃત્વ કર્યું હતું, જેણે ભારતીય સંસદના નીચલા ગૃહ, લોકસભામાં 1984 ને બાદ પહેલીવાર કોઈ પાર્ટી માટે બહુમતી આપી હતી.તેમની સરકારે ભારત માં વિદેશી મૂડી  રોકાણકારો ઉપર ભારે વજન રાખ્યો છે.કેવી રીતે વિદેશ ના લોકો ભારત દેશ માં પોતાના પૈસા રોકે અને ભારતમાં વિદેશી મૂડી વધે અને ભારત નું અર્થતંત્ર મજબૂત થાય તેને પર ભારે ધ્યાન હોય છે.

 


 તેમને અલગ અલગ દેશ માંથી મળેલા સન્માન પદક      :  પુનર્જાગરણનો કિંગ હમાદ ઓર્ડર

 દેશ       : બહેરિન

તારીખ  : 24 ઓગસ્ટ , 2019

સભ્ય પ્રથમ વર્ગ, બહરીનનો ત્રીજો સર્વોચ્ચ નાગરિક સન્માન

 

પદક      : અબ્દુલાઝિઝ અલ સઉદનો ઓર્ડર   

 દેશ       : સાઉદી અરેબિયા

તારીખ  : 3 એપ્રિલ, 2016

સભ્ય વિશેષ વર્ગ, સાઉદી અરેબિયાના સર્વોચ્ચ સન્માન બિન-મુસ્લિમ મહાનુભાવોને આપવામાં આવે છે

 

પદક      : ઝાયદનો ઓર્ડર

 દેશ       : સંયુક્ત આરબ અમીરાત

તારીખ  : 4 એપ્રિલ 2019

સંયુક્ત આરબ અમીરાતનું સર્વોચ્ચ નાગરિક સન્માન

 

પદક      : પેલેસ્ટાઇન સ્ટેટનો ગ્રાન્ડ કોલર

 દેશ       : પેલેસ્ટાઇન

તારીખ  :  10 ફેબ્રુઆરી 2018

પેલેસ્ટાઇનનું સર્વોચ્ચ નાગરિક સન્માન

 

પદક      :  ઇઝુદ્દીનનો વિશિષ્ટ નિયમનો હુકમ

દેશ       : માલદીવ

તારીખ  : 8 જૂન 2019

વિદેશી મહાનુભાવોને માલદીવનું સર્વોચ્ચ સન્માન

 

પદક      : સેન્ટ એન્ડ્રુનો ઓર્ડર

 દેશ       :રશિયા

તારીખ  : 12 એપ્રિલ 2019

રશિયાનું સર્વોચ્ચ નાગરિક સન્માન

 

પદક      :  ગાઝી અમીર અમાનુલ્લાહ ખાનનો સ્ટેટ ઓર્ડર

દેશ       :અફઘાનિસ્તાન

તારીખ  : 4 જૂન 2016

અફઘાનિસ્તાનનું સર્વોચ્ચ નાગરિક સન્માન
તેમના નેતૃત્વ માં શરુ કરવામાં આવેલી યોજનાઓ 

 

 

 • જન ધન યોજના

 • કુશળ ભારત મિશન 

 • સ્વચ્છ ભારત મિશન

 • સંસદ આદર્શ ગ્રામ યોજના

 • મેક ઈન ઈન્ડિયા

 • શ્રીમેવ જયતે યોજના

 • પીએમ મુદ્રા યોજના   

 • પ્રધાનમંત્રી જ્યોતિ જ્યોતિ બીમા યોજના 

 • સ્માર્ટ સિટી સ્કીમ

 • ડિજિટલ ભારત મિશન

 • સ્ટાર્ટ-અપ ભારત 

 • સેતુ ભારતમ યોજના  

 • વડા પ્રધાન ઉજ્જવલા યોજના

 • નમામિ ગંગે યોજના

 • અમૃત યોજના

 • અટલ પેન્શન યોજના    
  મોદીજી ડિજિટલ ઇન્ડિયા , સ્વચ્છ ભારત અને મેક ઈન ઇન્ડિયા પર ભારે તબાજજો દઈ રહ્યા છે.ભારતમાં વસતા લોકો ને ડિજિટલ ઇન્ડિયા ની યોજના દ્વારા online payment ,study વગેરે ક્ષેત્રમાં આગળ વધારવા માટે કામ કરી રહ્યા છે.


    
    ભારત દેશ માં સ્વચ્છ ભારત યોજના દ્વારા અવાર નવાર સફાઈ ના કાર્યક્રમોનું આયોજન કરી લોકો ને સ્વચ્છાતા નું મહત્વ સમજાવી રહ્યા છે.જો દેશ માં દેશ સ્વચ્છ હશે તો લોકો નું જીવન ધોરણ ઊંછું જાશે અને ભારત નું અર્થતંત્ર મજબૂત બનશે.


    
    મેક ઈન ઇન્ડિયા યોજના દ્વારા તે ભારતના લોકો માં સ્વદેશી ,ભારત માં બનેલી વસ્તુ નો ઉપયોગ કરી અને તેને બહારના દેશમાં પણ નિકાસ કરી બહારની મૂડી ભારત માં લાવવાની છે .અત્યારે આ યોજના થી ઘણા બધા કામોં જે બહારના દેશમાં કરાવવા પડતા હતા તે આજે ભારત ખુદ તે બનાવી રહ્યું છે.


    
    મોદીજી બહારના દેશો સાથે સારા સંબંદ બાંધી રહ્યા છે. જેથી તે આપણા દેશમાં વધુમાં વધુ રોકાણ કરે જેથી ભારત નું અર્થતંત્ર મજબૂત બને.


  સૌનો સાથ સૌનો વિકાસ

     

 જય હિન્દ , જય ભારત

Comments

Post a comment

Popular posts from this blog

ભુતિયા ગામ એક નિર્મળ ગામ

Chandrayaan 2 Mission Live Update | ચંદ્રયાન 2 મિશન લાઈવ અપડેટ

what proof required for driving license ? | ડ્રાઇવિંગ લાઇસન્સ માટે કયા પુરાવા જરૂરી છે ?